Pages

Highlight Of Last Week

Search This Website

Monday, January 17, 2022

ધો.1થી12ના વિદ્યાર્થીને હોમ લર્નિંગ માટે 'G-Shala' એપ શરૂ કરાઇ

 ધો.1થી12ના વિદ્યાર્થીને હોમ લર્નિંગ માટે 'G-Shala' એપ શરૂ કરાઇ



માત્ર ઉદઘાટનોમાં સરકારની સારી કમાન્ડ શિક્ષણ હિતના નિર્ણયોમાં કંટ્રોલ

કંટ્રોલ-કમાન્ડ સેન્ટરના નવા સેન્ટરનું ઉદઘાટન : ગુજરાત સ્ટુડન્ટસ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન પર વિદ્યાર્થીને ઈ-કન્ટેન્ટ મળશે

અમદાવાદ : શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે શરૂ કરેલા  કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે સરકારે ધો.1થી12ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ-ઓનલાઈન શિક્ષણ માટે જી-શાલા એપ્લિકેશન લોન્ચ કરી છે.જેમા વિદ્યાર્થીઓને તમામ ધોરણો-તમામ વિષયોનું ઈ-કન્ટેન્ટ મળશે.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષકોની હાજરી સાથે વિદ્યાર્થીઓની હાજરી તેમજ મૂલ્યાંકન પર નજર રહેતે માટે સરકારે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.જેમાં થોડા સમય બાદ હવે નવા ભવનનું આજે ઉદઘાટન કરાયુ છે.

રાજ્યની 5400 જેટલી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 3 લાખ કરતા વધારે શિક્ષકો અને એક કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના માળખાની દેખરેખ માટે કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડીંગને એડવાન્સ ટેકનોલોજી સાથે તૈયાર કરાયુ છે.

તા:29/01/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽


✍️🔰📚વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...

✍️ધોરણ-1 ગણિત

✍️ધોરણ-2 ગણિત

✍️ધોરણ-3 પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ

✍️ધોરણ-4 પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ

✍️ધોરણ-5 પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ

✍️ધોરણ-6 ગુજરાતી

✍️ધોરણ-7 ગુજરાતી

✍️ધોરણ-8 ગુજરાતી

આ સેન્ટરમાં ડેટાને મશિન લ્રનિંગ,વિઝ્યુઅલ પાવર સીક્યુબ ટૂલથી એનેલાઈઝ કરાશે અને સ્ટેટ લેવલે શિક્ષકો-વિદ્યાર્થઓની ઓનલાઈન રીયલ ટાઈમ એટેન્ડન્સ જાણી શકાશે.આ ઉપરાંત સરકાર દ્વારા હોમ લર્નિંગ માટે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ શરૂ કરાઈ છે.જેમાં ધો.1થી12ના વિદ્યાર્થીઓ મટે ઈ-કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામા આવ્યા છે.

સ્માર્ટફોન ધરાવતા ધો.1થી12ના 56 લાખથી વધુ વિદ્યાર્થીઓ જી-શાલા એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડયુલથી ભણી શકશે. મહત્વનું છે કે સમયસર પરીક્ષાઓ લઈ ન શકતી,ભરતી ન કરી શકતી, પરિણામો જાહેર ન કરી શકતી અને શિક્ષણલક્ષી નિર્ણયો લેવામા હંમેશા છબરડા કરતી સરકાર માત્ર ઉદઘાટનોમાં સારી કમાન્ડ ધરાવે છે અને શિક્ષણલક્ષી મહત્વના  નિર્ણયો લેવામા કંટ્રોલ રાખે છે.

G - SHALA એપ્લિકેશન ઇન્સ્ટોલ અથવા અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો.

સરકાર દ્વારા કંટ્રોલરૂમો શરૂ કરાય છે,હોમ લર્નિંગ માટે એપ્લિકેશન લોન્ચ કરાય છે અને નવા નવા ડિજિટલ પ્રયોગો થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન કે ટીવી નથી તેવા ગરીબ બાળકો માટે શિક્ષણની કોઈ વૈકલ્પિક નક્કર વ્યવસ્થા નથી તેમજ ગરીબ બાળકોને મફત શિક્ષણ માટે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા હજુ કોઈ ઠેકાણા નથી.

No comments:

Post a Comment