Pages

Highlight Of Last Week

Search This Website

Friday, January 7, 2022

ભાસ્કર એક્સપ્લેનર:એક યુનિક કોડ તમારા સરનામાની જાણકારી આપશે, ડિજિટલ એડ્રેસ કોડ શું છે અને એનાથી તમને કયા ફાયદા થશે એ જાણો

 તમારું સરનામું લખવાને બદલે ટૂંક સમયમાં ઓનલાઈન ડિલિવરીથી લઈ એડ્રેસ વેરિફિકેશન માટે તમારે બસ એક યુનિક કોડ આપવાનો રહેશે. હકીકતમાં મોદી સરકાર ટૂંક સમયમાં દેશને તમામ સરનામાં માટે આધાર જેવો યુનિક કોડ આપવા જઈ રહી છે. તમારા સરનામાને આ યુનિક કોડ ડિજિટલ એડ્રેસ કોડ (DAC)કહેવામાં આવશે.

ચાલો, જાણીએ કે છેવટે ડિજિટલ એડ્રેસ કોડ શું છે? કેવી રીતે તમારા સરનામા માટે એક યુનિક કોડ બનશે? શું છે ડિજિટલ યુનિક કોડના ફાયદા?

શું છે ડિજિટલ એડ્રેસ કોડ?
સરકાર ટૂંક સમયમાં દેશનાં તમામ સરનામાં માટે ડિજિટલ યુનિક કોડ તૈયાર કરવા જઈ રહી છે. આ ડિજિટલ એડ્રેસ કોડ (DAC)દેશનાં તમામ સરનામાં માટે અલગ-અલગ યુનિક કોડની માફક કામ કરશે. સરકાર આ માટે દેશના દરેક સરનામાને વેરિફાય કરવા માટે એક યુનિક કોડ ઈસ્યુ કરશે, જે તેના સરનામાની જગ્યાએ ઓનલાઈન ડિલિવરીથી લઈ એવી વ્યક્તિના એડ્રેસની ચકાસણી કરશે, જેમાં ઈ-એડ્રેસ તરીકે કામ કરશે.

કોણ તૈયાર કરી રહ્યું છે ડિજિટલ એડ્રેસ કોડ
ભારત સરકારનું પોસ્ટલ વિભાગ ડિજિટલ એડ્રેસ કોડ (DAC)તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. પોસ્ટ વિભાગે તાજેતરમાં જ પોતાની અધિકૃત વેબસાઈટને ડિજિટલ એડ્રેસના પ્રસ્તાવ પર તમામ હિતધારકોનાં ફીડબેક અને સૂચનો મગાવતા એક ડ્રાફ્ટ રિસર્ચ પેપર ઈસ્યુ કર્યું હતું. ફીડબેક આપવા માટેની સમયસીમા 20 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં ડિજિટલ એડ્રેસને લઈ અનેક જાહેરાત કરી શકે છે.

શા માટે ડિજિટલ એડ્રેસ કોડની જરૂર છે?
ડિજિટલ એડ્રેસની જરૂર શા માટે છે, આ અંગે પોસ્ટ વિભાગે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આધારને એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પણ આધાર પર નોંધાયેલા એડ્રેસને ડિજિટલી પ્રમાણિત કરવામાં આવતું નથી. વર્તમાન સમયમાં તમામ એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ સાથે આ જ તો ઊણપ છે. કોઈપણ એડ્રેસને ડિજિટલી પ્રમાણિત કરવા માટે એડ્રેસને ડિજિટલ લોકેશન (જિયોસ્પેશિયલ કોઓર્ડિનેટ્સ અથવા ભૂ-સ્થાનિક નિર્દેશાંક) સાથે લિંક થવી જોઈએ. આ સંજોગોમાં ડિજિટલ એડ્રેસ આઈડેન્ટિટીને એડ્રેસના ઓનલાઈન ઓથેન્ટિકેશન માટે ઉપયોગ કરી શકાય છે.

  • ચોક્કસ એડ્રેસ સુધી પહોંચવામાં મુશ્કેલીઃ ઓનલાઈન બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે અને ઓનલાઈન ખરીદી પણ વધી છે, જોકે ડિલિવરી માટે કોઈ એડ્રેસ અથવા સ્થાન સુધી પહોંચવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે.
  • આધાર બસ એડ્રેસનો પુરાવો છેઃ આધારનો ઉપયોગ સામાન્ય રીતે એડ્રેસ પ્રૂફ માટે કરવામાં આવે છે. જોકે આધાર કાર્ડમાં રહેલા સરનામાને ડિજિટલી પ્રમાણિત કરી શકાતા નથી.
  • બનાવટી સરનામાથી છેતરપિંડીઃ ક્યારેક બનાવટી એડ્રેસનો ઉપયોગ કરી ઈ-કોમર્સ ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે, પણ એડ્રેસ ડિજિટલ લિંક્ડ થવાથી એને ઓનલાઈન પ્રમાણિત કરી શકાય છે, જેથી ફ્રોડ અટકશે.
  • યુનિક થશે એડ્રેસઃ ખૂબ જ લાંબા અને જટિલ એડ્રેસ હંમેશાં યુનિક હોતા નથી અને આવાં સ્થળો સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય છે.

ડિજિટલ એડ્રેસ કોડની વિશેષતા કઈ હશે?

  • DAC દરેક એડ્રેસ માટે યુનિક હશે. એડ્રેસનો અર્થ દરેક વ્યક્તિની રહેઠાણ સંબંધિત યુનિટ અથવા ઓફિસ કે બિઝનેસ હશે.
  • ડિજિટલ એડ્રેસ કોડ (DAC)ને એડ્રેસનું પ્રતિનિધિત્વ કરનારા જિયોસ્પેશિયલ કોઓર્ડિનેટ્સથી જોડવામાં આવશે. એડ્રેસના એન્ટી ગેટ અથવા ગેટ પર કોઓર્ડિનેટ્સ આ ઉદ્દેશ માટે એડ્રેસનું પ્રતિનિધિત્વ કરશે.
  • એવા સંવેદનશીલ પ્રતિષ્ઠાનો માટે તેના જિયોસ્પેશિયલ કોઓર્ડિનેટ્સનો ખુલાસો કરવામાં આવવો જોઈએ નહીં, આ માટે ડિજિટલ એડ્રેસ કોડ ઈસ્યુ કરવામાં આવશે નહીં અથવા તેને પડોશ અથવા શહેરના કોઓર્ડિનેટ્સ સાથે જોડી શકાય છે.

No comments:

Post a Comment