Pages

Highlight Of Last Week

Search This Website

Tuesday, May 31, 2022

મોટા ફેરફાર:Rule change : જાણો કાલથી શું શું બદલાશે અને તમારા ખિસ્સા ઉપર કેટલી અસર પડશે ?

 Rule change : 1 જૂનથી બદલાશે આ નિયમો, જાણો સામાન્ય લોકોના ખિસ્સા પર કેટલો પડશે ભાર


આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી જૂન શરૂ થશે. નવા મહિનાની શરૂઆત સાથે, ઘણા મોટા નિયમોમાં ફેરફાર જોવા મળશે. 1 જૂનથી બિઝનેસ, બેન્કિંગ ફાઇનાન્સ સહિત અન્ય ઘણી બાબતોમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફારો તમારા ખિસ્સા પર પણ અસર કરશે. તો ચાલો જાણીએ ગઈ કાલથી કઈ કઈ વસ્તુઓ બદલાઈ રહી છે.


SBIની હોમ લોન થઇ જશે મોંઘી

આવતીકાલે એટલે કે 1 જૂનથી દેશની સૌથી મોટી સરકારી બેંકની હોમ લોન મોંઘી થઈ જશે. SBIએ તેના હોમ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)ને 0.40 ટકાથી વધારીને 7.05 ટકા કર્યો છે. જ્યારે RLLR 6.65 ટકા વત્તા CRP હશે. SBIએ પોતાની વેબસાઈટ પર આ જાણકારી આપી છે. SBIના નવા દર આવતીકાલથી એટલે કે 1 જૂન 2022થી લાગુ થશે.

થર્ડ પાર્ટી વીમો મોંઘો

1 જૂન, 2022થી વાહન વીમાનું પ્રીમિયમ મોંઘું થઈ જશે. ખરેખર, સરકારે થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ વધાર્યું છે. આ કારણે હવે ટુ વ્હીલર અને ફોર વ્હીલર્સ માટે થર્ડ પાર્ટી વીમાની રકમ વધશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે 1 જૂનથી વાહન માલિકોએ એન્જિનના હિસાબે વીમાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.


શરૂ થશે ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો

ગોલ્ડ હોલ માર્કિંગનો બીજો તબક્કો 1 જૂન, 2022થી લાગુ થશે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કાના કાર્યક્ષેત્ર હેઠળ, દેશના 32 જિલ્લામાં 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના સોનાના આભૂષણો વેચવામાં આવશે નહીં. નોડલ એજન્સી બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશના 256 જિલ્લાઓમાં 23 જૂન 2021 થી અમલમાં આવતા ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગને લાગુ કરીને પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાંથી લેણ-દેણ પર લાગશે પૈસા

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા ટ્રાન્ઝેક્શન પણ જૂનથી મોંઘા થઈ જશે. વાસ્તવમાં, IPPBએ 15 જૂનથી ઈશ્યુઅર ફી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નિયમો હેઠળ, દર મહિને પ્રથમ ત્રણ AEPS વ્યવહારો મફત હશે, જેમાં AEPS રોકડ ઉપાડ, AEPS રોકડ જમા અને AEPS મિની સ્ટેટમેન્ટનો સમાવેશ થાય છે. ફ્રી ટ્રાન્ઝેક્શન પછી દરેક રોકડ ઉપાડ અથવા રોકડ ડિપોઝિટ પર રૂ. 20 વત્તા GST લાગશે, જ્યારે મિની સ્ટેટમેન્ટ ટ્રાન્ઝેક્શન પર રૂ. 5 વત્તા GST લાગશે.


એક્સિસ બેંકના બચત ખાતાના નિયમોમાં થશે ફેરફાર

1 જૂનથી એક્સિસ બેંકના સેવિંગ એકાઉન્ટના નિયમોમાં પણ ફેરફાર થશે. બેંકના નવા નિયમો અનુસાર, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સરળ બચત અને પગાર કાર્યક્રમો માટે ખાતામાં સરેરાશ માસિક બેલેન્સની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા અથવા 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી છે. જ્યારે લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટ માટે તેને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. નવો ટેરિફ પ્લાન જૂન 1, 2022થી લાગુ થશે.

No comments:

Post a Comment