Pages

Highlight Of Last Week

Search This Website

Monday, July 3, 2023

તૈયાર રહેજો,બીજો રાઉન્ડ પણ ભારેથી અતિ ભારે રહેશે. હવામાન વિભાગે કરી આગાહી.


Gujarat Rains: જૂન મહિનાના અંતિમ દિવસોમાં મેઘારાજાએ તોફાની બેટિંગ કરીને સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાંખ્‍યા છે. સતત ૫-૬ દિવસ પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે

Gujarat Rains: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે નાના-મોટા ચેકડેમો છલકાઈ ગયા છે. આ સાથે રાજ્યની કેટલીક નદીઓ બે કાંઠે વહી રહી છે.ગુજરાતમાં 2 દિવસ મેઘરાજા વિરામ લેશે.ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.6 જુલાઈથી મેઘરાજાની ફરી તોફાની બેટિંગ ચાલુ કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ વરસશે. 2 દિવસ બાદ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે.2 દિવસ બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ બનશે.

આ પણ વાંચો :- ફ્રી સિલાઇ મશીન યોજના ફોર્મ ભરવા અહી ક્લિક કરો.

રાજ્યમાં સિઝનનો કેટલો થયો વરસાદ?

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 46.41 ટકા, ઉત્તર ગુજરાત વિસ્તારમાં 29.29 ટકા, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 26.09 ટકા, પૂર્વ ગુજરાત વિસ્તારમાં 20.40 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો :- શું તમે જાણો છો તમારા નામનો મતલબ?? તમારા નામનો મતલબ જાણવા અહીં ક્લિક કરો.

5 જૂલાઈએ ક્યાં કયાં વરસાદ આવી શકે છે?

બુધવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્‍યમ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર અને સૌરાષ્‍ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :- 😱કોઈ પણ નંબરનું લાઈવ👌લોકેશન જોવો તમારા ફોનમાં

6 જૂલાઈએ ક્યાં કયાં વરસાદ આવી શકે છે?

6 જુલાઈના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.


7 જૂલાઈએ ક્યાં કયાં વરસાદ આવી શકે છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.

આ પણ વાંચો :- 💥મોબાઇલમાંથી delete થયેલ ફોટો પાછા રિકવર કરી આપતી અત્યાર સુધી સૌથી સક્સેસ એપ. ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

અંબાલાલ પટેલે શું કરી આગાહી

આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 7થી 12 જૂલાઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

No comments:

Post a Comment