Pages

Highlight Of Last Week

Search This Website

Tuesday, April 20, 2021

GUJARAT CORONA CASE UPDATE :- 28/01/2022.

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ 30 દર્દીના મોત, 12131 નવા કેસ સામે 20070 દર્દી રિકવર

      • જાન્યુઆરીના માત્ર 28 દિવસમાં જ 257 દર્દીના મોત
      • અમદાવાદમાં 7, રાજકોટમાં 4 મોત અને વડોદરા શહેરમાં 3 મોત

આ પણ વાંચો :- કોઈ પણ સીમકાર્ડની ડિટેલ કાઢો નામ /એડ્રેસ અને કોના નામ પર સીમકાર્ડ છે તે 

ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. ત્રીજી લહેરની પીક પણ આવી ગઈ હોવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાકમાં 12,131 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 30ના મોત થયા છે. જ્યારે 20070 દર્દી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 89.56 ટકા થઈ ગયો છે. છેલ્લા 6 દિવસમાં 145 દર્દીના મોત થઈ ચૂક્યા છે. તેમજ વેન્ટિલેટર પરના દર્દી ઘટીને 297 થઈ ગયા છે. 2021માં 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી 59 દર્દીના મોત થયા હતા. જ્યારે 2022ના જાન્યુઆરીના માત્ર 28 દિવસમાં જ 257 દર્દીના મોત થઈ ગયા છે.

આ પણ વાંચો :- ઘરમાં લક્ષ્મી ના ટકતી હોય તો રવિવારે કરો આ ઉપાય, કરો આ ઉપાય

અમદાવાદમાં સૌથી વધુ કેસ અને મોત
અમદાવાદમાં 4,124 કેસ, વડોદરામાં 2,517 કેસ, રાજકોટમાં 1,213 કેસ, સુરતમાં 1,071 અને ગાંધીનગરમાં 399 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 7 મોત, રાજકોટ શહેરમાં 4 મોત, વડોદરા શહેરમાં 3 મોત, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લામાં 2-2 મોત તથા સુરત શહેર, વડોદરા, જામનગર શહેર, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર અને ભાવનગરમાં 1-1 મોત થયું છે.

આ પણ વાંચો :- હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કમોસમી વરસાદની આગાહી જાણો કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી

20મીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.

17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 4 દિવસમાં 24,485થી 10680નો ઘટાડો નોંધાઈને 13805 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો :- નરેન્દ્ર મોદીએ દેશભરમાં 25 જાન્યુઆરી સુધી લોકડાઉન લગાવવાની કરી જાહેરાત ? જાણો મોદી સરકારે શું કહ્યું

રાજ્યમાં જાન્યુઆરીના 21 દિવસમાં કોરોનાથી 97નાં મોત
આજે (21 જાન્યુઆરી) કોરોનાના કારણે 16 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ગઈકાલે એટલે 20 જાન્યુઆરીએ અમદાવાદમાં શહેરમાં 7, સુરત શહેરમાં 2, જામનગર શહેર, ગાંધીનગર, રાજકોટ અને ખેડા જિલ્લામાં 1-1 મળી કુલ 13ના મોત થયા છે, 19 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે. 18 જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે. 17 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં 1-1, સુરત જિલ્લામાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1નું મોત થયુ છે, 16 જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1 મળી 8નાં મોત નોંધાયા છે, 15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :- શું તમારી પાસે 1 રૂપિયાનો સિક્કો છે, તો તમને મળશે 10 કરોડ! થઇ જશો માલામાલ,જાણો કેવી રીતે મળશે.

ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પણ વાંચો :- ગજબનું પક્ષી કોઈપણ અવાજ કોપી કરે કાર થી લઈ બંદૂકની ગોળી પણ ફોડે, જુઓ વિડીયો

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા.

5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

No comments:

Post a Comment