Pages

Highlight Of Last Week

Search This Website

Friday, January 28, 2022

કિશન ભરવાડ મર્ડર કેસ ન્યૂઝ

 કિશન ભરવાડ મર્ડર કેસ:બે મૌલવીઓ અને એક યુવકની અમદાવાદમાં મુલાકાત, આ રીતે રચાયું કિશન ભરવાડની હત્યાનું ષડયંત્ર

  • અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળ્યા હતા
  • બન્ને મૌલવીની મુલાકાતમાં શબ્બીર પણ હાજર હતો

ધંધૂકા હત્યાકેસના CCTV:કિશન ભરવાડનું મર્ડર આખરે કેવી રીતે થયું તેનું ઊંચકાયું રહસ્ય, જાણો આ રીતે યુવાન ઘરની બહાર નિકળ્યો ને થયું ફાયરિંગ


અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. યુવકની હત્યા ધાર્મિક પોસ્ટના કારણે થઈ હોવાનું પોલીસ સૂત્રોમાંથી બહાર આવ્યું છે. ત્યારે હત્યારાઓના સીસીટીવી ફૂટેજની તસવીર બહાર આવી છે. જેમાં શકમંદ હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. જેમાં બાઈક પર હત્યારા જતાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઘટનામાં કિશન ભરવાડ જેવો રાત્રે પોતાના ઘરે જતો હતો ત્યારે પહેલાથી રેકી કરીને બાઈક પર સવાર બંને શખસો પૈકીના એકે ફાયરિંગ કરતાં એક મિસફાયર થયું હતું અને બીજી ગોળીએ કિશનનો જીવ લઈ લીધો હતો.

સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે
25મી જાન્યુઆરી (મંગળવારે)એ ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરાઈ હતી. હત્યામાં વિધર્મીઓની સંડોવણી ખુલી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં બે હત્યારા બાઈક પર જતાં દેખાયા છે. એકે લાલ રંગનો શર્ટ અને બીજાએ લાઈટ લીલો શર્ટ પહેરેલો દેખાય છે. આ બંને શખસે જ ભરવાડ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે થયેલી કિશન ભરવાડ નામના યુવાનની હત્યા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી પરિવારજનોને ઝડપથી ન્યાયની ખાતરી આપી હતી. આ હત્યા કેસ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે તપાસની વિગતો અંગે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આરોપી શબ્બીરે અમદાવાદના મૌલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પોસ્ટ મુકી છે એ મને નથી ગમ્યું, જેથી સબક શીખવવો છે, મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.

આ હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે.મલવતવાડા, ધંધુકા)અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી,ધંધુકા)ની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા(રહે. જમાલપુર, અમદાવાદ)ની અટકાયત કરવામા આવી છે.

શબ્બીરે ફાયરિંગ કર્યું, ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો
25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.

મૃતકે 6 જાન્યુઆરીએ મુકેલી FB પોસ્ટને કારણે હત્યા થઈ
6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. મૌલવી જે કટ્ટરવાદી હોય તેના સંપર્કમાં હોય શકે. મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.

શબ્બીરે મૌલવીને કહ્યું તેને સબક શીખવાડવવો છે મને હથિયાર આપો
અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબુક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ શબ્બીરનો મિત્ર છે અને અન્ય યુવાનો સાથે પણ વાતચીત કરતો હતો.

શબ્બીરે એક વર્ષ પહેલા મૌલવીની સ્પીચ સાંભળી હતી
આરોપી શબ્બીર મુજબ 1 વર્ષ પહેલાં મૌલવીની સ્પીચ સાંભળી છે અને મળ્યો હતો. મૌલવી ઐયુબ જમાલપુરમાં જ રહે છે અને વધુ પૂછપરછ કરવામાં આવ્યું છે. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની કટ્ટરવાદી માનસિકતા છે. રિમાન્ડ મેળવી ફન્ડિંગ તેમજ અગાઉ આવા કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી અને લોકોના વિચાર બદલવા અંગેની તપાસ કરવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા મૌલવીના સંપર્કમાં આવ્યો
આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો અને તેણે અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું હતું. મૂળ મૌલાના દિલ્હીનો છે અને મુંબઈ ખાતે મળ્યો હતો. દરેક રીતે પોલીસની તપાસ ચાલુ છે.

હત્યાની ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મૃતક યુવકના નામે સ્ટેચ્યૂ બનાવવાની માગ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધૂકા મૃતકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટિંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે ના જાય એ માટે યુવાન અમર રહે એવા નારા લગાવાયા હતા. ધંધૂકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, તેનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.

Read More »

Monday, January 17, 2022

ધો.1થી12ના વિદ્યાર્થીને હોમ લર્નિંગ માટે 'G-Shala' એપ શરૂ કરાઇ

 ધો.1થી12ના વિદ્યાર્થીને હોમ લર્નિંગ માટે 'G-Shala' એપ શરૂ કરાઇ



માત્ર ઉદઘાટનોમાં સરકારની સારી કમાન્ડ શિક્ષણ હિતના નિર્ણયોમાં કંટ્રોલ

કંટ્રોલ-કમાન્ડ સેન્ટરના નવા સેન્ટરનું ઉદઘાટન : ગુજરાત સ્ટુડન્ટસ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન પર વિદ્યાર્થીને ઈ-કન્ટેન્ટ મળશે

અમદાવાદ : શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે શરૂ કરેલા  કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે સરકારે ધો.1થી12ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ-ઓનલાઈન શિક્ષણ માટે જી-શાલા એપ્લિકેશન લોન્ચ કરી છે.જેમા વિદ્યાર્થીઓને તમામ ધોરણો-તમામ વિષયોનું ઈ-કન્ટેન્ટ મળશે.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષકોની હાજરી સાથે વિદ્યાર્થીઓની હાજરી તેમજ મૂલ્યાંકન પર નજર રહેતે માટે સરકારે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.જેમાં થોડા સમય બાદ હવે નવા ભવનનું આજે ઉદઘાટન કરાયુ છે.

રાજ્યની 5400 જેટલી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 3 લાખ કરતા વધારે શિક્ષકો અને એક કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના માળખાની દેખરેખ માટે કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડીંગને એડવાન્સ ટેકનોલોજી સાથે તૈયાર કરાયુ છે.

તા:29/01/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽


✍️🔰📚વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...

✍️ધોરણ-1 ગણિત

✍️ધોરણ-2 ગણિત

✍️ધોરણ-3 પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ

✍️ધોરણ-4 પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ

✍️ધોરણ-5 પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ

✍️ધોરણ-6 ગુજરાતી

✍️ધોરણ-7 ગુજરાતી

✍️ધોરણ-8 ગુજરાતી

આ સેન્ટરમાં ડેટાને મશિન લ્રનિંગ,વિઝ્યુઅલ પાવર સીક્યુબ ટૂલથી એનેલાઈઝ કરાશે અને સ્ટેટ લેવલે શિક્ષકો-વિદ્યાર્થઓની ઓનલાઈન રીયલ ટાઈમ એટેન્ડન્સ જાણી શકાશે.આ ઉપરાંત સરકાર દ્વારા હોમ લર્નિંગ માટે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ શરૂ કરાઈ છે.જેમાં ધો.1થી12ના વિદ્યાર્થીઓ મટે ઈ-કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામા આવ્યા છે.

સ્માર્ટફોન ધરાવતા ધો.1થી12ના 56 લાખથી વધુ વિદ્યાર્થીઓ જી-શાલા એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડયુલથી ભણી શકશે. મહત્વનું છે કે સમયસર પરીક્ષાઓ લઈ ન શકતી,ભરતી ન કરી શકતી, પરિણામો જાહેર ન કરી શકતી અને શિક્ષણલક્ષી નિર્ણયો લેવામા હંમેશા છબરડા કરતી સરકાર માત્ર ઉદઘાટનોમાં સારી કમાન્ડ ધરાવે છે અને શિક્ષણલક્ષી મહત્વના  નિર્ણયો લેવામા કંટ્રોલ રાખે છે.

G - SHALA એપ્લિકેશન ઇન્સ્ટોલ અથવા અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો.

સરકાર દ્વારા કંટ્રોલરૂમો શરૂ કરાય છે,હોમ લર્નિંગ માટે એપ્લિકેશન લોન્ચ કરાય છે અને નવા નવા ડિજિટલ પ્રયોગો થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન કે ટીવી નથી તેવા ગરીબ બાળકો માટે શિક્ષણની કોઈ વૈકલ્પિક નક્કર વ્યવસ્થા નથી તેમજ ગરીબ બાળકોને મફત શિક્ષણ માટે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા હજુ કોઈ ઠેકાણા નથી.

Read More »

Tuesday, January 11, 2022

રાજકોટની ફૅમસ જલારામ ચીકી કેવી રીતે બને છે?

સ્પેશિયલ:ગુજરાતની ફૅમસ જલારામ ચીકી કેવી રીતે બને છે? પહેલીવાર જુઓ ફેક્ટરીની અંદરની સ્ટેપ બાય સ્ટેપ મેકિંગ પ્રોસેસ


ચીકી એક એવી વાનગી છે, જેને સવાર, બપોર કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય. ચીકીનું નામ પડતાં જ સૌને ‘જલારામની ચીકી’ અચૂક યાદ આવે જ. દરેક ગુજરાતીએ જલારામની ફૅમસ ચીકી ખાધી જ હશે, પણ લોકોને દાઢે વળગેલી જલારામની ચીકી કેવી રીતે બને છે એ ક્યારેય જોયું નહીં હોય. ત્યારે દિવ્ય ભાસ્કર એપની ટીમ પહેલીવાર રાજકોટસ્થિત જલારામ ચીકીની ફેક્ટરીએ પહોંચી હતી અને અહીં ચીકી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની જાણકારી મેળવી હતી.

જલારામની ચીકી 10 સ્ટેપમાં તૈયાર થાય છે.
જલારામ ચીકીના માલિક મનોજભાઈ ચોટાઈએ દિવ્ય ભાસ્કરની ટીમને ચીકી બનાવવાની A to Z પ્રોસેસ રૂબરૂ બતાવી હતી. મનોજભાઈએ જણાવ્યું હતું કે ‘‘ અમારે ત્યાં કુલ 10 સ્ટેપમાં ચીકી તૈયાર થાય છે. અમે અત્યારસુધી દેશી પદ્ધતિથી જ ચીકી બનાવીએ છીએ, જેને લીધે વર્ષોથી એક ધાર્યો ટેસ્ટ આવે છે.’’

જલારામની ચીકી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
પહેલું સ્ટેપઃ સૌ પહેલા શેકેલી સીંગને શોર્ટેડ કરવામાં આવે છે. સીંગનાં ફાડિયાં કરી એમાંથી ફોતરી ઉતારવામાં આવે છે.
બીજું સ્ટેપઃ ગરમ પાણીમાં કઠણ ગોળ નાખવામાં આવે છે અને ચાસણી બને ત્યાં સુધી ગોળ ગરમ કરવામાં આવે છે.
ત્રીજું સ્ટેપઃ ગોળની ચાસણી બની ગયા પછી એમાં ધીમે-ધીમે સીંગદાણા મિક્સ કરવામાં આવે છે.
ચોથું સ્ટેપઃ ચીકીને વેલણ દ્વારા ભાર આપીને વણીને એકસરખું પડ તૈયાર કરવામાં આવે છે.
પાંચમું સ્ટેપઃ લોખંડની ડાઈ દ્વારા ચીકીના એકસરખાં ચોસલાં પાડીને કટિંગ કરવામાં આવે છે.
છઠ્ઠું સ્ટેપઃ કટિંગ કરેલી ચીકીના પડને ઠંડું પાડવામાં આવે છે.
સાતમું સ્ટેપઃ ઠંડી થઈ ગયેલી ચીકીને ભેગી કરવામાં આવે છે.
આઠમું સ્ટેપઃ ચીકીને પાઉચની સાઇઝ મુજબ એમાં ભરવામાં આવે છે.
નવમું સ્ટેપઃ પાઉચમાં પેક કરાયેલી ચીકીનું વજન કરવામાં આવે છે.
દશમું સ્ટેપઃ ચીકીના પેકેટ પર ડેટ અને બેચ નંબર લખવામાં આવે છે. પેકેટનું સીલિંગ થયા બાદ બોક્સમાં ભરી દેવામાં આવે છે.
Read More »

Saturday, January 8, 2022

કોરોના રસીનું સર્ટિફિકેટ કંઇ રીતે ડાઉનલોડ કરવુ? Corona vaccine certificate

 WhatsAppથી પણ ડાઉનલોડ કરી શકાય છે કોરોના રસીનું સર્ટિફિકેટ, બસ ફોલો કરો આ સ્ટેપ

પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે, પહેલા MyGov કોરોના હેલ્પ ડેસ્ક વોટ્સએપ નંબર 91 9013151515 ને તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં ઉમેરો.


જો તમે કોરોના વાયરસ રોગચાળા વચ્ચે વિદેશ જવા માંગતા હો, તો તમારે કોરોના રસીની જરૂર પડશે. આવી સ્થિતિમાં, તમારે આ માટે કોરોના રસી પ્રમાણપત્રની જરૂર છે. તમે અગાઉ આ સર્ટિફિકેટ Cowin પોર્ટલ અને Aarogya Setu App પરથી ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ હવે તમે તેને વોટ્સએપ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. પરંતુ હવે સવાલ એ છે કે તેને વોટ્સએપ પરથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે, તો અમે તમારા માટે જવાબ લાવ્યા છીએ. ચાલો જાણીએ કે WhatsApp માંથી કોરોના રસીનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું.


WhatsApp પર આ રીતે ડાઉનલોડ કરો રસીનું સર્ટિફિકેટ

ગયા વર્ષે, ભારત સરકારે MyGov Corona HelpDesk WhatsApp ચેટબોટ શરૂ કર્યું. તમે આ ચેટબોટ દ્વારા તમારું કોરોના વેક્સીન રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.


પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે, પહેલા MyGov કોરોના હેલ્પ ડેસ્ક વોટ્સએપ નંબર 91 9013151515 ને તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં ઉમેરો.


હવે વોટ્સએપ ખોલો અને સર્ચ બારમાં MyGov નંબર શોધો.


હવે MyGov નંબર મેળવ્યા બાદ ચેટ વિન્ડો ખોલો.


ચેટ વિંડો ખોલ્યા પછી, સંવાદ બોક્સમાં ડાઉનલોડ પ્રમાણપત્ર લખો.


આ લખ્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 6-અંકનો વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે.


MyGov ના WhatsApp ચેટ બોક્સમાં ફરીથી આ OTP દાખલ કરો. જો તમે એક કરતા વધારે યુઝર્સની નોંધણી કરાવી હોય તો એપ તે લોકોની યાદી બતાવશે.


તમારે આ બધામાંથી એક પસંદ કરવું પડશે.


અહીં, તમને જોઈતા પ્રમાણપત્રની સંખ્યા લખો.


આ કર્યા પછી, ચેટબોક્સ COVID-19 રસી પ્રમાણપત્ર મોકલશે.


અહીં તમે તેને તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી શકો છો.

Read More »

Friday, January 7, 2022

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરીયાની થઈ શકે છે ધરપકડ, જાણો આ વખતે શું કર્યું ?

 


અમદાવાદઃ જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી વિવાદમાં આવી છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને પોતાના પોમેરિયન બીડના ગલુડિયાનો બર્થ ડે ઉજવીને વિવાદ પેદા કર્યો છે. આ મામલે પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ પાર્ટી મામલે નિકોલ પોલીસે ચિરાગ ઉર્ફે મિતેષ પટેલ, ઉર્વિશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની ધરપકડ કરી છે. આ તમામ પાર્ટીના આયોજક મનાય છે. કાજલ મહેરીયા પોતે પણ પાર્ટીમાં હાજર હતી તેથી તેની પણ ધરપકડ થઈ શકે છે.

અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં લોકોના ટોળાં ઉમટતાં કાજલ મહેરીયા સામે કેસ કરવાની માંગ ઉઠી હતી. તેના પગલે પોલીસે એક્શનમાં આવીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. રાસગરબાની રમઝટ સાથે લોકગાયિકાએ પોમેરિયન બ્રીડના ગલુડિયા એબ્બીના બર્થડે માટે અંદાજે રૂપિયા સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

લોકગાયિકા કાજલ મહેરીયાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એબ્બીનો બર્થ ડે ઉજવ્યો હતો. નિકોલના મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ કાજલ મહેરિયાએ એબ્બીનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કર્યું હતું. પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર એબ્બી સાથે કાજલ મહેરિયાની મોટી સાઈઝની તસવીરો મૂકાઈ હતી. બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ ગીત ગાયાં હતાં. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉણટી પડ્યાં હતાં. લોકોએ પણ કાજલ મહેરીયાના સૂરના તાલે રાસની રમઝટ બોલાવીને બર્થ ડેની ઉજવણી કરી હતી.

આ પાર્ટીની તસવીરો વાયરલ થતાં તેની સામે પગલાંની માગ થઈ રહી છે. આ ગલુડિયું કાજલ નમહેરીયાનું હોવાથી અને તેની પણ પાર્ટીમાં હાજરી હોવાથી તેની પણ ધરપકડના ભણકાર વાગી રહ્યા છે. કાજલ મહેરીયા આ પહેલાં પણ કોરોના કાળમાં લોકોની ભીડ જમાવીને નિયમોનો ભંગ કરવા બદલ બે વાર વિવાદ પેદા કરી ચૂકી છે.

Read More »

ખુશખબરઃ Tata Sky ડીશ વાળા ગ્રાહકોને કંપની આપી રહી છે 2000 રૂપિયા પાછા, જાણો કઇ રીતે...............

 

આ ઓફર 1 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે અને 31 જાન્યુઆરી 2022 સુધી ચાલશે


Tata Sky : ટાટા સ્કાયના ગ્રાહકો માટે કંપની એક ખુશખબરી લઇને આવી છે, કંપની હવે પોતાના ગ્રાહકોને સારુ એવુ કૈશબેક આપવા લાગી છે. કંપની દ્વારા ઓફરમાં એક ખાસ ઓફર અંતર્ગત યુઝર્સને એક નહીં પણ 2 મહિનાનું કૈશબૈક આપવામાં આવી રહ્યુ છે. જાણો ઓફર વિશે....... 


શું છે ઓફર-
Tata Skyની સત્તાવાર વેબસાઈટ પર લિસ્ટ કરેલી આ ઓફરનો ફાયદો યુઝર્સને ત્યારે જ મળશે, જ્યારે રિચાર્જ ટાટા સ્કાય વેબસાઈટ અથવા તો એપ દ્વારા કરવામાં આવે. આ ઓફરનો ફાયદો જોઈતો હોયતો, આપને 12 મહિના (મંથલી રિચાર્જ વેલ્યૂને 12 ગણા કરીને) રિચાર્જ એક સાથે એક જ વારમાં કરાવાનું રહેશે. 7 વર્કિંગ ડેઝની અંદર આપને ટાટા સ્કાય અકાઉન્ટમાં કૈશબૈક ક્રેડિટ કરી દેવામાં આવશે. પહેલા મહિનાનું કૈશબેક 48 કલાકની અંદર આવી જશે અને બીજા મહિનાનું કૈશબેક આપને રિચાર્જ કરાવ્યાના 7 વર્કિંગ ડેઝમાં આવી જશે.


ક્યાં સુધી ચાલશે ઓફર
ટાટા સ્કાયનીટાટા સ્કાઈની સત્તાવાર વેબસાઈટ પર આપેલી ઓફર લિસ્ટીંગને જોતા આ વાતની જાણકારી મળી છે કે, આ ઓફર 1 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે અને 31 જાન્યુઆરી 2022 સુધી ચાલશે. આ તારીખની વચ્ચે જો કોઈ રિચાર્જ કરાવે છે તો કૈશબૈકનો ફાયદો ઉઠાવી શકશે. અને આ ઓફરનો ફાયદો ફક્ત એક જ વાર ઉઠાવી શકશો. રિચાર્જ પર કૈશબૈક ત્યારે જ મળશે જ્યારે કંપનીના મોબાઈલ એપ અથવા તો ટાટા સ્કાઈની વેબસાઈટ પર Deutsche Bank ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો.

Read More »

ભાસ્કર એક્સપ્લેનર:એક યુનિક કોડ તમારા સરનામાની જાણકારી આપશે, ડિજિટલ એડ્રેસ કોડ શું છે અને એનાથી તમને કયા ફાયદા થશે એ જાણો

 તમારું સરનામું લખવાને બદલે ટૂંક સમયમાં ઓનલાઈન ડિલિવરીથી લઈ એડ્રેસ વેરિફિકેશન માટે તમારે બસ એક યુનિક કોડ આપવાનો રહેશે. હકીકતમાં મોદી સરકાર ટૂંક સમયમાં દેશને તમામ સરનામાં માટે આધાર જેવો યુનિક કોડ આપવા જઈ રહી છે. તમારા સરનામાને આ યુનિક કોડ ડિજિટલ એડ્રેસ કોડ (DAC)કહેવામાં આવશે.

ચાલો, જાણીએ કે છેવટે ડિજિટલ એડ્રેસ કોડ શું છે? કેવી રીતે તમારા સરનામા માટે એક યુનિક કોડ બનશે? શું છે ડિજિટલ યુનિક કોડના ફાયદા?

શું છે ડિજિટલ એડ્રેસ કોડ?
સરકાર ટૂંક સમયમાં દેશનાં તમામ સરનામાં માટે ડિજિટલ યુનિક કોડ તૈયાર કરવા જઈ રહી છે. આ ડિજિટલ એડ્રેસ કોડ (DAC)દેશનાં તમામ સરનામાં માટે અલગ-અલગ યુનિક કોડની માફક કામ કરશે. સરકાર આ માટે દેશના દરેક સરનામાને વેરિફાય કરવા માટે એક યુનિક કોડ ઈસ્યુ કરશે, જે તેના સરનામાની જગ્યાએ ઓનલાઈન ડિલિવરીથી લઈ એવી વ્યક્તિના એડ્રેસની ચકાસણી કરશે, જેમાં ઈ-એડ્રેસ તરીકે કામ કરશે.

કોણ તૈયાર કરી રહ્યું છે ડિજિટલ એડ્રેસ કોડ
ભારત સરકારનું પોસ્ટલ વિભાગ ડિજિટલ એડ્રેસ કોડ (DAC)તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. પોસ્ટ વિભાગે તાજેતરમાં જ પોતાની અધિકૃત વેબસાઈટને ડિજિટલ એડ્રેસના પ્રસ્તાવ પર તમામ હિતધારકોનાં ફીડબેક અને સૂચનો મગાવતા એક ડ્રાફ્ટ રિસર્ચ પેપર ઈસ્યુ કર્યું હતું. ફીડબેક આપવા માટેની સમયસીમા 20 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં ડિજિટલ એડ્રેસને લઈ અનેક જાહેરાત કરી શકે છે.

શા માટે ડિજિટલ એડ્રેસ કોડની જરૂર છે?
ડિજિટલ એડ્રેસની જરૂર શા માટે છે, આ અંગે પોસ્ટ વિભાગે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આધારને એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પણ આધાર પર નોંધાયેલા એડ્રેસને ડિજિટલી પ્રમાણિત કરવામાં આવતું નથી. વર્તમાન સમયમાં તમામ એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ સાથે આ જ તો ઊણપ છે. કોઈપણ એડ્રેસને ડિજિટલી પ્રમાણિત કરવા માટે એડ્રેસને ડિજિટલ લોકેશન (જિયોસ્પેશિયલ કોઓર્ડિનેટ્સ અથવા ભૂ-સ્થાનિક નિર્દેશાંક) સાથે લિંક થવી જોઈએ. આ સંજોગોમાં ડિજિટલ એડ્રેસ આઈડેન્ટિટીને એડ્રેસના ઓનલાઈન ઓથેન્ટિકેશન માટે ઉપયોગ કરી શકાય છે.

  • ચોક્કસ એડ્રેસ સુધી પહોંચવામાં મુશ્કેલીઃ ઓનલાઈન બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે અને ઓનલાઈન ખરીદી પણ વધી છે, જોકે ડિલિવરી માટે કોઈ એડ્રેસ અથવા સ્થાન સુધી પહોંચવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે.
  • આધાર બસ એડ્રેસનો પુરાવો છેઃ આધારનો ઉપયોગ સામાન્ય રીતે એડ્રેસ પ્રૂફ માટે કરવામાં આવે છે. જોકે આધાર કાર્ડમાં રહેલા સરનામાને ડિજિટલી પ્રમાણિત કરી શકાતા નથી.
  • બનાવટી સરનામાથી છેતરપિંડીઃ ક્યારેક બનાવટી એડ્રેસનો ઉપયોગ કરી ઈ-કોમર્સ ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે, પણ એડ્રેસ ડિજિટલ લિંક્ડ થવાથી એને ઓનલાઈન પ્રમાણિત કરી શકાય છે, જેથી ફ્રોડ અટકશે.
  • યુનિક થશે એડ્રેસઃ ખૂબ જ લાંબા અને જટિલ એડ્રેસ હંમેશાં યુનિક હોતા નથી અને આવાં સ્થળો સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય છે.

ડિજિટલ એડ્રેસ કોડની વિશેષતા કઈ હશે?

  • DAC દરેક એડ્રેસ માટે યુનિક હશે. એડ્રેસનો અર્થ દરેક વ્યક્તિની રહેઠાણ સંબંધિત યુનિટ અથવા ઓફિસ કે બિઝનેસ હશે.
  • ડિજિટલ એડ્રેસ કોડ (DAC)ને એડ્રેસનું પ્રતિનિધિત્વ કરનારા જિયોસ્પેશિયલ કોઓર્ડિનેટ્સથી જોડવામાં આવશે. એડ્રેસના એન્ટી ગેટ અથવા ગેટ પર કોઓર્ડિનેટ્સ આ ઉદ્દેશ માટે એડ્રેસનું પ્રતિનિધિત્વ કરશે.
  • એવા સંવેદનશીલ પ્રતિષ્ઠાનો માટે તેના જિયોસ્પેશિયલ કોઓર્ડિનેટ્સનો ખુલાસો કરવામાં આવવો જોઈએ નહીં, આ માટે ડિજિટલ એડ્રેસ કોડ ઈસ્યુ કરવામાં આવશે નહીં અથવા તેને પડોશ અથવા શહેરના કોઓર્ડિનેટ્સ સાથે જોડી શકાય છે.
Read More »