Pages

Highlight Of Last Week

Search This Website

Monday, May 23, 2022

Gujarati shayari / ગુજરાતી શાયરી

 Gujarati shayari / ગુજરાતી શાયરી : હેલો દોસ્તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ Best New Gujarati shayari / ગુજરાતી શાયરી તો દોસ્તો તમને આ અમારી પોસ્ટ ગુજરાતી શાયરી પસંદ આવે તો અમને comment કરીને જરૂર બતાવજો કે તમને આ અમારી પોસ્ટ કેવી લાગી.

Gujaratishayari / ગુજરાતી શાયરી

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ.

Gujarati shayari.

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

ગુણાંક ન મળ્યાની જાણી વાત ને
સમય સૂચક ગણી એં પ્રેમ માં અટકી ગયા
અને ક્યાં ખબર હતી કે એં મુલાકાત
બની પડછાયો ક્યાં પીછો છોડતી હતી.

Gujarati shayari ગુજરાતી શાયરી.

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

નાખુશ થયા એં જોઇને અમને
જયારે મુખ પર મારા હસી હતી,
અને ક્યાં ખબર હતી કે એં
રુદન માં પણ બની હસી એં વસી હતી.

સફેદ પડી ગઈ હતી ઝાંખ,
છતાય, ચમક આંખ માં હતી
અને ક્યાં ખબર હતી કે એં
આંખ ના પોપચામાં હતી.

જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

વરસો વીતી ગયા વાત ને
પણ, હજીયે એ મનમાં હતી,
અને ક્યાં ખબર હતી કે એં
હજીયે ક્યાંક કોઈ ગમ માં હતી.

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….

હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું…

નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે…!!!

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,

બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ…!!


બદલવા નું નક્કી છે આ દુનિયા માં બધી જ વસ્તુ નું બસ થોડી રાહ જુઓ,

કોઈક નું દિલ બદલાશે તો કોઇક ના દિવસો બદલાશે.!!!


સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,

ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…


મર્યાદા રાખવી બહુ જરૂરી છે,

પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં ….


જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,

દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ….


હું જીવું અરીસો ને તું એમાં દેખાય

તું હોય સામે ને સમય થોભી જાય

બસ હવે આ જિંદગી તને જોતાં જોતાં વીતી જાય


એના જેવું ચેતન મારા ભીતરમાં નથી

કિસ્મતમાં લખેલું તો મળવાનું જ છે ખુદા

મને એ અદા કરી દે જે મારા પ્રારબ્ધમાં નથી


કહી ન શકું એ મારી મજબૂરી છે

કેમ નથી સમજતા તમે અમારી લાગણીઓને

લાગણીઓને શબ્દો આપવા શું જરૂરી જ છે

સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પણ પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે

જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી..!!
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી…!!

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે.

એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને…
એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય…!!

યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ…
જે તારી કે મારી નહીં પણ આપણી હતી..!!

પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ….
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું…

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”

“તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું,
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું,
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું,
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું.”

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે,
જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે.”

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

“તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ,
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜”

“જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.”

“ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની,
એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા.”

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે…
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,,,જ્યારે ,,,,,,
મારા માટે આખી દુનિયા જ તમે છો….

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે
કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે.

બધા સંબંધો ને નામ ની જરૂર નથી,
બસ કોઈક પારકું પોતાનું લાગે એજ પ્રેમ

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા
આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા

સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,
હૃદય ની અગ્નિ ને રોકે છે
અને
મન ને શાંતિ આપે છે.

એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે…

મોત તો નક્કી છે એટલે મોજ થી જીવી લ્યો.

ધબકતું નથી હૈયું….કંઇક કાંકરીચાળો કરને….યાર

બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,
ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા…✍🏻

gujarati love shayari for husband

મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે..
નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..!!

જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!

લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં…

આવો તોયે સારું , ના આવો તોયે સારું ,
તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું …..

કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી,
ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.

સાંજ… એટલે…
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી ક્ષણ..!!💕

વિરહની વેદના તેને લાગે,
જેને મિલન નો અનુભવ કર્યો હોય…

હું તો નિર્દોષ પ્રેમી છું,
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય…

જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો,
ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે !!

સાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે.,
તારી યાદોમાં મારો વિસામો ક્યાં..???💞

શબ્દોની રમત અમને ન આવઙે,
અમે તો સ્નેહથી રમી જાણીએ.

સામ સામે દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે
પણ જતુ કરીને સબસં સાચવતા તો કોઈક ને જ આવડે

મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા
આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા

ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે
અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા

માણસ વારંવાર sorry એવા જ વ્યક્તિ ને કહેતો હોય છે
જેને કોઈ પણ સંજોગોમાં ખોવા નથી માંગતો

કાશ મારી જીંદગી ને કોઈ એવી રીતે ઓળખતુ હોય કે હું
વરસાદ માં રોઉં તો .. ! તે મારા આંસુ ને ઓળખી જાય

ચાહવા વાળા તો બહુ જ મળી જાય છે આ દુનિયામાં
પણ પ્રેમ ની ઈજ્જત કરવા વાળા બહુ જ ઓછા મળે ‌ છે.

ક્યાંય નહીં મળે તમને અમારા જેવા માણસ જે
તમારાથી અલગ પણ રહે અને તમને પ્રેમ પણ કરે.

મેં કહ્યું બઉ જ પ્રેમ આવે છે તારી પર
એને હસીને કહ્યું તમને બીજું આવડે છે ય શું.

તારી એટલી નજીક આવવા માગું છું કે ખબર જ ન પડે
કે તારો શ્વાસ કરો અને મારો શ્વાસ કયો ?
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા પણ એનુ નામ
સાભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજી લો પ્રેમ છે..!!

ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે,
પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…

એના વચનો ના અમે દીવાના બની ગયા તેના
પ્રેમ ના આશુ થી અમે ભીંજાય ગયા એમને કદર છે ક્યાં
અમારી અમે તો તેની યાદો માં રમતા રહી ગયા.

પ્રેમ કરવો ઘણોજ સરળ છે જેમ માટી ઉપર માટી થી લખવું.
પ્રેમ નિભાવો એટલોજ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણી થી લખવું.

સમય સાથે કેટલું બદલાઈ ગયું પણ તારી સાથે વિતાવેલા
દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ, રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!

કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે અખબાર આંસુ. પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.

“મેસેજ” માં નહી પણ “સ્ટેટસ” થી વાત કરે છે, ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો, પણ… આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.

જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે, એના Contact List માં પણ હું નથી…

હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું, ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે.

રાત દરેક ની સરખી નથી હોતી ઘણા ને ઘોંઘાટ માં ઊંઘ
નથી આવતી તો ઘણા ને કોઈનું મૌન સુવા નથી દેતું

જો એ તમારા વગર રહી શકે છે
તો તમે પણ એના વગર રહેતા શીખી જાઓ

ઈશ્વર ના લેખ ક્યારેય ખોટા નથી હોતા સાહેબ
દૂર એમને જ કરે છે જે આપણા લાયક નથી હોતા

નસીબ થી હારી ગયા હતા એટલે નહિતર
મારો પ્રેમ તો સાચો જ હતો.

gujarati love shayari 2 line

ઘડીક શ્વાસ રોકીને જોજે ના રહેવાય તો સમજી
જજે કે મને તારી એટલી જ જરૂર છે

લોકો તને પસંદ કરે છે તારો સાથ મેળવવા માટે
હું તને પસંદ કરું છું તારો સાથ આપવા માટે.

મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા, ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય.

વાંધો નહિ તારી વફા ના મળી મને, દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે, લો , મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે…

લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ, વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય…

ભુકંપ માં પણ અખંડ રહી ગયો, બસ, તારા થી લાગેલા ઝટકા મા, હું અંદર થી ખંઢેર થઇ ગયો!

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે, દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે.

સવાલ મારી આંખની ભીનાશનો નથી, સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.

સાથ તારો આજે પણ એવો જ રહ્યો,
સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.

જીત નો મોહ નથી, હાર નો ડર નથી,
હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી….

મારા પ્રેમની બસ આટલી જ કહાની છે..તારી યાદો સાથે જ મારી કહાની છે..

પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,
અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે…

જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,
એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.

શોધે ચેહરો જેને દિવસ આખો..
એની યાદમાં થયી જાય છે સાંજ…

કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!

રાહમાં છું હું એ વ્યક્તિની
જે મારી છે જ નહીં.

નારાજગી પણ એની કમાલ છે
મને સમજ નથી આવતી,

હાલ જોવે છે મારો દરરોજ
બસ પૂછવા નથી આવતી.

નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,
એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ✍🏻❤

હું તો ખાલી એક simple સવાલ છું,
પણ લોકો નું કહેવું‌ છે કે
મારો કોઈ જવાબ નથી🙂

અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,
બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી.. 💐🙏

બીજાને હસાવીને…
પોતાની તકલીફ છુપાવવી…

એ પણ #એક કલા છે…
સાહેબ….
🤷‍♂🦋🤷‍♂

લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!

એક જ પ્રાથના છે હવે કે ,
તને કોઈ તારા જેવું ના મળે…!!

ચિંતા,દેવુ અને,
પ્રેમ,
કોઈ કરતું નથી
પણ થઈ જાય છે…

ખુલ્લા પુસ્તક જેવું,
ફક્ત એ લોકો માટે બનવું,

જેને એ
વાંચતા આવડતું હોય…

આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.

નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી!

હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો….
કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ….

સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે
ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..

બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના…
હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..

આ અજનબી શહેર મા કોઈએ પથ્થર ફેંક્યો મારી પાછળ

જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં
તારુ કોઈ પોતાનું મોજૂદ હશે

રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને
અને રડીને આપણી કંકોત્રીની પણ.

વિચારતો હતો કે જીતી રહ્યો છું તને
પણ સમયે સાબિત કર્યું કે,_
જીતી ને પણ હારી રહ્યો છું તને.

દુઃખ તો દરિયા જેવું છે
તે પહેલાં અંદર ડૂબાડે છે,
અને પછી મૂલ્યવાન મોતી આપે છે’.

ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા
કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની “લાગણી સાથે ની રમત” સહુ થી પ્રિય છે….

ડૂચો વાળેલો કાગળ નહીં, ખત છે, તું ભલે ન વાંચે, મને લખવાની લત છે.
તને બસ આટલું જ કહેવા માંગીશ,

બહુ નાજુક સ્થિતિમાં છું !!
તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો !!

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી…
દુઃખ એ વાત નું છે..
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..

ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.

પથ્થર ની દુનિયા જઝબાત નથી સમજતી
દિલમાં શું છે એ વાત નથી સમજતી
તન્હા તો ચાંદ પર છે તારાઓની વચ્ચે
પણ ચાંદનું આ દર્દ એ રાત નથી સમજતી

એ જિંદગી શું જેમાં મહોબ્બત નથી
એ મોહબ્બત શું જેમાં કોઈ યાદો નથી
યાદો શું જેમાં તમે નથી અને એ તમે શું જેની જોડે અમે નથી

હાથ તારો ના પકડી શકુ ના છોડી શકુ ,
કેવી આ જિંદગી ના જીવી શકુ ના મરી શકુ.

ખૂબ જ સુંદર છે આંખો તમારી જણાવી દો
એને તમે કિસ્મત અમારી જમાનાની ખુશીઓ
મને નથી જોઈતી જો
આ જીવનમાં મળી જાય મહોબ્બત મારી

સૂરજ આગ વરસાવે છે ને ધરતીને સહેવું પડે છે
મોહબ્બત આંખો કરે છે ને આ હૈયાને સહેવું પડે છે

ક્યારેક ક્યારેક એવું થાય છે કે પ્રેમનો અસર થોડુ મોડો થાય છે
તમને શું લાગે છે અમે તમારા વિશે નથી વિચારતા
પણ અમારી દરેક વાતનું તમારું જ જિક્ર થાય છે

આંખોમાં દોસ્તો જે પાણી છે એ હુસનપરીઓની મહેરબાની છે
તમે શાને જુકાવો છો મસ્તક તમારું, લાગે છે તમારી પણ આ જ કહાની છે

એ બેવફા અમારું શું ઈમતેહાન લેશે
આંખોથી આંખો મળશે તો નજરો જુકવી લેશે
મારી કબર પર એને દીપ ના કરવા દેતા
એ નાદાન છે યાર, પોતાનો હાથ બાળી લેશે

જ્યારે શાંત આંખોથી વાત થાય છે
ત્યારે મોહબ્બતની શરૂઆત થાય છે
તમારા ખ્યાલોમાં જ ખોવાયેલા રહીએ છીએ
ખબર જ નથી રહેતી કે ક્યારે દિવસ ને ક્યારે રાત થાય છે

મારા અસ્તિત્વમાં તું ઉતારી જાય
હું જીવું અરીસો ને તું એમાં દેખાય
તું હોય સામે ને સમય થોભી જાય
બસ હવે આ જિંદગી તને જોતાં જોતાં વીતી જાય


આવી અવનવી શાયરી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

ગુજરાતી શાયરી

કોરા કાગળમાં કઈક આમ લખુ છું,
મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય સુવાસ તારી,
ઍટલે બંધ ઍકાન્તમાં પણ નામ લખુ છું

એવુ નથી કે..જોર નથી મારી પાંખમાં ..
પણ..
બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં..


No comments:

Post a Comment